fbpx

બિહારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે! CM નીતિશ કુમાર શું નવા-જૂની કરવાના છે

16 ડિસેમ્બરે એક TV ચેનલના કાર્યક્રમમાં CM નીતિશના નેતૃત્વને લઈને અમિત શાહનું નિવેદન આવ્યું હતું. ત્યાર પછી અમિત શાહે આંબેડકરને લઈને સંસદમાં નિવેદન આપ્યું હતું. તેમના ભાષણને આંબેડકરનું અપમાન ગણાવીને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે CM નીતિશ કુમારને પત્ર લખ્યો હતો. આ પછી બિહારના CM નીતિશ કુમારની અચાનક તબિયત લથડી હતી. NDAની બેઠક પછી BJPના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે CM નીતિશના નેતૃત્વમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું હતું, તો જયસ્વાલે એમ કહીને પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું કે, આ કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય હતો. BJP કોર કમિટીની દિલ્હીમાં અચાનક બેઠક અને અમિત શાહની 8 જાન્યુઆરીએ બિહાર આવવાની યોજના. આ છે આખા અઠવાડિયાનો રાજકીય ઘટનાક્રમ.

આ બધાથી અલગ છે CM નીતિશ કુમારનું મૌન. આવું મૌન ઘણીવાર માનવ સ્વભાવના ખતરનાક ઈરાદાની નિશાની સાબિત થાય છે. ખાસ કરીને CM નીતિશનું મૌન અત્યાર સુધી એવું જ સાબિત થઈ રહ્યું છે. ભૂતકાળમાં લોકોએ આનો અનુભવ કર્યો છે. આ જ કારણ છે કે, પટનાથી લઈને દિલ્હી સુધીના લોકો ફરી એકવાર બિહારની રાજનીતિમાં પરિવર્તનનો અવાજ અનુભવી રહ્યા છે. એવી અટકળો છે કે, CM નીતિશ કુમાર ફરીથી પલટી મારશે. સ્વાભાવિક છે કે, જો તેઓ આમ કરશે તો તેમનું સ્થાન ફરીથી INDIA બ્લોક હશે. જો આમ થશે તો તે BJP માટે શુભ નથી.

જો કે લોકો NDAથી CM નીતીશ કુમારના અલગ થવાની અટકળો લગાવી રહ્યા છે અને આ માટે કાઉન્ટડાઉન શરૂ થવાનું અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ CM નીતિશ કુમાર માટે પક્ષ બદલવાનું સરળ નથી લાગતું. આને કેટલાક સંકેતોથી સમજો. JDUના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાએ આંબેડકર પર અમિત શાહના નિવેદનનું સમર્થન કર્યું છે. વકફ સુધારા બિલથી લઈને બંધારણ પરની ચર્ચા સુધી BJPના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ BJPની સાથે ઉભા છે. એટલું જ નહીં JDUના સાંસદો દેવેશ ચંદ્ર ઠાકુર અને લલન સિંહે મુસ્લિમોને લઈને BJP જેવી જ ભાષા બોલી રહ્યા છે. આ લોકો નીડર થઈને BJPની જ ભાષા બોલી રહ્યા છે, કેટલાક સાંસદો અને ધારાસભ્યો તો BJPના મૂક સમર્થક પણ હોઈ શકે છે. NDAથી અલગ થતા પહેલા CM નીતિશને આ ખતરાની ખબર પડી જ હશે.

CM નીતિશ એ પણ જાણે છે કે BJP તેમનો સૌથી મોટો સહયોગી રહ્યો છે. CM નીતીશ જાણે છે કે, ભલે તેમણે BJPને સમય-સમય પર છેતર્યા છે, પરંતુ BJPએ હંમેશા તેમનું સન્માન કર્યું છે. ત્યાં સુધી કે, 43 ધારાસભ્યો ધરાવતી પાર્ટી અને તેઓ JDUના નેતા હોવા છતાં BJPએ સ્વેચ્છાએ તેમને CMની ગાદી સોંપી હતી. BJPએ તેના 74 ધારાસભ્યોનું સંખ્યાબળ છોડી દીધું. અપવાદોને બાદ કરતાં હવે તેમના માટે BJP જેવો વિશ્વાસપાત્ર ભાગીદાર મળવો અશક્ય છે. CM નીતીશ ચોક્કસપણે તેમની સ્થિતિ અને નાદુરસ્ત સ્વાસ્થ્યથી વાકેફ હશે. આવી સ્થિતિમાં, તેઓ સમજી રહ્યા હશે કે, હવે જોખમ લેવાનો કોઈ અર્થ નથી. આથી એવું લાગતું નથી કે તેઓ NDAથી અલગ થવાનો નિર્ણય લેશે.

ત્રીજું કારણ એ છે કે, CM નીતીશ એ પણ જાણે છે કે NDAથી અલગ થયા પછી ‘INDIA’ જ એકમાત્ર વિકલ્પ છે. ‘INDIA’માં તેજસ્વી યાદવ પહેલેથી જ CM પદ માટેની લાઈનમાં ઉભા છે. હવે યુક્તિઓ કરીને પણ ત્યાં CMની ખુરશી નહીં મળે. પાછલી વખતે તેજસ્વીને ખરાબ રીતે પછડાટ ખાવી પડી હતી તેથી હવે CM નીતીશ વિશે કોઈ નિર્ણય લેતા પહેલા તેજસ્વી સો વખત વિચારશે. તેથી જ તેમના પોતાના રચિત ‘INDIA’માં પણ સમ્માનજનક સ્થાન મેળવવું તેમના માટે મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેઓ કયા લાભ માટે ક્યાંય જશે?

જો કે, એ પણ સાચું છે કે CM નીતિશ કમજોર હોવા છતાં, ખરાબ સ્થિતિમાં પણ CM બનવાની ક્ષમતા ધરાવે છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, ભવિષ્યમાં પણ તેઓ ઈચ્છે ત્યાં સુધી CM રહેશે. જો તેઓ BJP સાથે રહેશે તો તેમના માટે CM બનવું જેટલું આસાન હશે, તેટલું જ મુશ્કેલ જો તેઓ ‘INDIA’ સાથે રહેશે તો હશે. એકદમ સાચું કહીએ તો, તે અશક્ય હશે. વર્તમાન પરિસ્થિતિ પરથી અનુમાન લગાવો. જો તે પોતાના 43 ધારાસભ્યો સાથે સરકારમાંથી ખસી જશે તો કોઈ પણ પક્ષ કે ગઠબંધન સરકાર બનાવવાની સ્થિતિમાં નહીં હોય. BJP તેના પહેલાથી જ વિરોધી એવા RJD સાથે હાથ મિલાવી શકશે નહીં. આવું કરવું RJD માટે પણ આત્મઘાતી પગલું સાબિત થશે. મતલબ કે, વધુમાં વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટી કે ગઠબંધન હોવા છતાં પણ કોઈ સરકાર બનાવી શકશે નહીં. 2005થી લઈને અત્યાર સુધી CM નીતિશ કુમારના રાજકારણમાં ઉદયના સમયગાળા દરમિયાન, 2020 CM નીતિશ માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું હતું, જ્યારે માત્ર 43 JDU ઉમેદવારો જ ધારાસભ્ય બની શક્યા હતા.

જો કે, JDUના પતનનું સાચું કારણ જાણ્યા પછી, CM નીતિશને થોડો સંતોષ થયો કે તેમની તાકાત એટલી ઓછી નથી થઈ જેટલી પરિણામોમાં જોવા મળી હતી. હકીકતમાં ચિરાગ પાસવાને પોતાને PM નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવીને CM નીતિશના ઉમેદવારો સામે LJPના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જો તેમના ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા NDAના નામે હોત, તો JDU દ્વારા 36 વધુ ધારાસભ્યો જીત્યા હોત. તેને CM નીતીશનું નસીબ કહો કે બિહાર માટેના તેમના કામ માટે જનતા તરફથી મળેલા આશીર્વાદ કે CMની ખુરશી તેમની આસપાસ જ ફરતી જોવામાં આવી રહી છે. હવે તે તેમની ઈચ્છા અને ભગવાનની કૃપા પર નિર્ભર કરે છે કે તેઓ CMની ખુરશી ક્યારે ખાલી કરે છે. મતલબ કે તેમની ઈચ્છા ના હોય તો જ અન્ય પાર્ટીઓ તેમના CM વિશે વિચારી શકે છે.