fbpx

‘કિંગ કોન્સ્ટેબલ’ના ઘરે EDના દરોડા, બાથરૂમમાં પણ સર્ચ; 300 Kg સોનું-ચાંદી મળ્યું

Spread the love

મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા પર અત્યાર સુધી કાર્યવાહી ચાલુ રહી છે. શુક્રવાર સવારથી ગ્વાલિયરમાં તેમના પૈતૃક ઘર સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) બહોડાપુર વિસ્તારના વિનય નગર સેક્ટર-2માં સૌરભ શર્માના બંગલા પર દરોડા પાડવા પહોંચ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. બંગલાની અંદર અને બહાર સશસ્ત્ર CRPF જવાનોની હાજરી જોવા મળી હતી. ઘરની અંદર, લગભગ એક ડઝન અધિકારીઓ રૂમ અને બાથરૂમના દરેક ખૂણામાં તપાસ કરી રહ્યા છે. આ પહેલા સૌરભ શર્મા અને તેના સહયોગી ચંદનની કારમાંથી લગભગ 300 કિલો સોનું અને ચાંદી અને કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી.

ઓપરેશનમાં સામેલ ટીમના સભ્યો સિવાય કોઈને ઘરની અંદર જવાની પરવાનગી નથી. લગભગ ચાર કલાકની તપાસ પછી ઘરની અંદર 2 બેગ પહોંચાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અત્યાર સુધી શું મળ્યું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ ઘરના ખૂણે ખૂણે તપાસ કરી રહ્યા છે.

આ ઘરમાં સૌરભ શર્મા પર થતી કાર્યવાહીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, સૌરભ શર્મા છેલ્લા ચાર-પાંચ વર્ષથી ભોપાલમાં રહેતો હતો, પરંતુ તેની માતા ઉમા શર્મા ગ્વાલિયરમાં તેના પૈતૃક બંગલામાં રહે છે, જે અવારનવાર ભોપાલમાં સૌરભને મળવા આવતી જતી રહેતી હતી. સૌરભ શર્માના સંબંધી અને નિવૃત્ત DSP મુનીશ રાજોરિયાએ જણાવ્યું કે, શરૂઆતમાં સૌરભ શર્મા એક સીધો સાદો છોકરો હતો અને અહીં જ રહેતો હતો, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી તે ભોપાલમાં રહેવા લાગ્યો હતો, જોકે તે અવારનવાર ગ્વાલિયરમાં આ બંગલામાં આવતો જતો રહેતો હતો.

સૌરભ શર્માના બંગલા પર ચાલી રહેલી કાર્યવાહી અંગે પૂર્વ DSPએ કહ્યું કે, અત્યાર સુધી અહીં સ્થાનિક પોલીસ જોવા મળી નથી, જ્યારે સ્થાનિક ટીમને પણ સામેલ કરવી જોઈતી હતી. આ ઉપરાંત, નજીકના વિસ્તારોમાંથી સ્વતંત્ર સાક્ષીઓને પણ સાથે લેવા જોઈએ, કારણ કે અન્યથા કોર્ટમાં તેમની જુબાની પર પ્રશ્નો ઉભા થઈ શકે છે. આ કેસ માટે સારું નથી. જેના કારણે પક્ષપાત વગર કાર્યવાહી થઈ શકશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, આ કેસમાં ઘણા મોટા લોકોના નામ સંડોવાયેલા હોઈ શકે છે, જેમના નામ આ કાર્યવાહીમાં સામે આવે તેવી શક્યતા જણાતી નથી. તેમણે કહ્યું કે, સૌરભ શર્માનો જીવ જોખમમાં છે અને કદાચ તેથી જ તે અહીં આવી શકતો નથી.

સૂત્રો પાસેથી મળતી તાજેતરની નવી માહિતી મુજબ મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (RTO)ના કોન્સ્ટેબલ સૌરભ શર્માને લઈને એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરભ શર્માએ નવરાત્રી દરમિયાન તેની પત્નીને 14 લાખ રૂપિયાના ચણીયા-ચોળી ગિફ્ટ કર્યા હતા. તેણે આ મોંઘા ચણીયા-ચોળી ગુજરાતમાંથી મંગાવ્યા હતા. EDને આ ચણીયા-ચોળીનું બિલ મળી આવ્યું છે. એટલું જ નહીં EDની ટીમે 7 સ્થળોએથી ઘણા દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. આરોપી સૌરભ શર્માના નજીકના સંબંધીઓના બેંક ખાતાઓની માહિતીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને શંકા છે કે સૌરભ શર્માએ તેના નજીકના લોકોના ખાતામાં મોટી રકમની લેવડદેવડ કરી છે. એટલું જ નહીં દેવાસની એક પેઢીને એક વર્ષમાં 7 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી પણ મેળવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સૌરભના નજીકના સંબંધીઓના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવે તો હજુ પણ ઘણા મોટા ખુલાસા થઈ શકે એમ છે.

અહીં તમને બતાવી દઈએ કે, EDએ 23 ડિસેમ્બરે સૌરભ શર્મા વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. EDએ રાજધાની ભોપાલમાં 4, ગ્વાલિયર અને જબલપુરમાં 2 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સતત ચાલુ રહેલી કાર્યવાહી અંતર્ગત 27 ડિસેમ્બરના રોજ એજન્સીઓએ સૌરભ શર્મા, તેના સાળા અને તેના મિત્રના ભોપાલ-ગ્વાલિયર-જબલપુરના સ્થળો પર દરોડા પાડ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!