પ્રાંતિજ નાલંદા વિધાલય દ્રારા સાયકલ યાત્રાનુ સુંદર આયોજન કરવામા આવ્યુ
– પ્રાંતિજ થી સાયકલ યાત્રા નિકળી વિજયનગર ની પોળો સુધી પોહચી
– ધોરણ-૮ અને ૯ મા અભ્યાસ કરતા ૨૧ વિધાર્થીઓએ ભાગલીધો
– ૧૮ વિધાર્થીઓ ૩ વિધાર્થીઓએ ભાગલીધો
– વિધાર્થીઓ દ્રારા રોજનુ ૫૫ થી ૬૦ કિલોમીટર નું અંતર કાપવામા આવ્યુ
– ૨૮ ડિસેમ્બર થી નિકળેલ સાયકલ યાત્રા ૩૧ ડિસેમ્બરે પરફ ફરી
– સ્કુલ મા પરત ફરતા શાળા પરિવાર દ્રારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ નાલંદા વિધાલય દ્રારા પ્રાંતિજ થી પોળો ફોરેષ્ટ સુધી સાયકલ યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૩ વિધાર્થીનીઓ અને ૧૮ વિધાર્થીઓ સહિત ૨૧ વિધાર્થીઓએ ભાગ લઈ ચાર દિવસ ની સાયકલ યાત્રા બાદ પરત ફરતા સ્કુલ પરિવાર દ્રારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ નાલંદા વિધાલય દ્રારા સ્કુલ મા ધોરણ આઠ – નવ મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માંથી કુલ ૨૧ વિધાર્થીઓએ સાયકલ યાત્રા મા ભાગ લીધો હતો જેમા ૧૮ વિધાર્થીઓ અને ૩ વિધાર્થીનીઓએ સાયકલ લઇ ને પ્રાંતિજ થી વિજયનગર પોળો સુધી રોજનું ૫૫ થી ૬૦ કિલોમીટર નુ અંતર કાપીને પહોચ્યા હતા તો સ્કુલ માંથી તારીખ ૨૮ ડીસેમ્બર થી નિકળેલ સાયકલ યાત્રા ૩૧ ડીસેમ્બર એટલે કે ચાર દિવસ બાદ સાયકલ યાત્રાએ ગયેલ વિધાર્થીઓ પરત ફર્યા હતા તો બાળકોની સાથે સંસ્થાના આચાર્ય કેતન ભાઇ પટેલ , જિજ્ઞશ ભાઇ , દિલુસિંહ , નિસર્ગભાઇ , વિશાલભાઇ જોડાયા હતા જેમા પ્રથમ રાત્રી રોકાણ મોટા કોટડા ખાતે કરવામા આવ્યુ હતુ જયા બાળકોને સાંગલી ગુ હાઇ યોજના ની મુલાકાત કરવામા આવી હતી અને બીજા દિવસે કોટડા થી નિકળેલ સાયકલ યાત્રા પોળો ફોરેષ્ટ શાણેશ્વર રાત્રી રોકાણ કરવામા આવ્યુ હતુ અને ત્રીજા દિવસે પોળો થી નિકળી ઇડર રાણી તળાવ , પાવાપુરી આશ્રમ ખાતે રાત્રી રોકાણ કરવામા આવ્યુ હતુ જયા બાળકોએ ઈડરીયા ગઢ ની પણ મુલાકાત લીધી હતી અને ચોથા દિવસે ઇડર થી વહેલી સવારે ૬|૩૦ કલાકે નિકળેલ સાયકલ યાત્રા પ્રાંતિજ નાલંદા વિધાલય ખાતે ૧૨|૩૦ કલાકે નાલંદા વિધાલય ખાતે આવી પોહચતા શાળા પરિવાર અને શાળા ના વિધાર્થીઓ દ્રારા ઢોલ નગારા સાથે તાલીઓના તાલે સ્કુલ ના ગેટ ઉપર ભવ્ય સ્વાગત કર્યુ હતુ તો શાળાની શિક્ષિકાઓ દ્રારા સાયકલ યાત્રાએ થી પરત ફરેલ તમામે-તમામ વિધાર્થીઓને કુમકુમ તિલક કરીને ફુલ છડી આપી સ્વાગત કરવામા આવ્યુ હતુ તો નાલંદા વિધાલય દ્રારા બાળકોને ભણતર ની સાથે પ્રકૃતિ નો આનંદ લે પ્રકૃતિ ની વચ્ચે રહી અને બાળકોના આત્મ વિશ્વાસ વધે તે માટે નાલંદા વિધાલય ના આચાર્ય કેતનભાઇ પટેલ તથા શાળા પરિવાર દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ