કર્ણાટક પોલીસે આંતરરાજ્ય સાઇબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીના કેસમાં રાજકોટની એક્સિસ બેંકના રિલેશન મેનેજર અને અન્ય 3ની ધરપકડ કરી છે. બેંગલુરુની એક કંપનીના ખાતામાંથી મેનેજર અને તેની ટોળકીએ 14 દિવસમાં 12 કરોડ રૂપિયાની ઉચાપત કરી લીધી હતી.
બેંગલુરુમાં ડ્રીમપ્લગ પેટેક સોલ્યુશન નામથી કંપની છે જેનું બેંગુલુરુના ઇંદિરાનગરની એક્સિસ બ્રાન્ચમાં ખાતું છે. કર્ણાટક પોલીસે રાજકોટની એક્સિસ બેંકના રિલેશન મેનેજર વૈભવ પિથડીયા, બેકીંગ એજન્ટ સુરતની નેહા પરમાર અને વીમા એજન્ટ વૈભવ અને તેના સહયોગી શૈલેષની ધરપકડ કરી છે.
આરોપીઓએ ડ્રીમપ્લગનો એક બોગસ વિનંતી પત્ર તૈયાર કર્યો હતો જેમાં કંપનીનો ઇમેલ આઇડી અને મોબાઇલ નંબર બદલવાની માંગ કરી હતી. એક્સીસ બેંકે આ વિનંતી એપ્રુવ કરી દીધી હતી.