સેબીએ અમદાવાદની ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરમાં અભૂતપૂર્વ તેજી પાછળ કરોડો રૂપિયાના કૌભાંડનો પદાર્ફાશ કર્યો છે. સેબી 28 નવેમ્બરથી ભારત ગ્લોબલ ડેવલપર્સના ટ્રેડીંગ પર પ્રતિબંધ મુકી દીધો છે.સેબીનું માનવું છે કે, શેર્સમાં ટ્રેડીંગ કરીને 10 000 કરોડ રૂપિયાના કાળા નાણાંને વ્હાઇટ કરવાનો કારસો રચવામાં આવ્યો છે.
કંપનીએ કૌભાંડ એવી રીતે કર્યું કે, જાહેરાત કરવામાં આવી કે કંપનીને ટાટા, રિલાયન્સ મેક્રેઇન જેવી કંપનીઓ તરફથી કુલ 1500 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. હકિકતમાં કંપનીને કોઇ ઓર્ડર મળ્યો જ નહોતો. ફેક જાહેરાત કરીને પછી શેરનો ભાવ ઉંચે લઇ જવામાં આવ્યો.
નવેમ્બર 2023માં ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરનો ભાવ 16 રૂપિયા હતો તે નવેમ્બર 2024માં 1000 રૂપિયાની ઉપર પહોંચી ગયો.
સેબીએ કંપની સાથે સંકળાયેલા 41 ઓપરેટર્સ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.