fbpx

અનુરાગ બોલિવૂડથી નારાજ, સાઉથ જવાની કરી જાહેરાત, કહ્યું, ઉત્સાહ ગુમાવી દીધો

બોલિવૂડના જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો નિર્ણય કરી લીધો છે. તાજેતરમાં જ તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો હતો. અનુરાગે કહ્યું છે કે, તેની અંદર હવે ફિલ્મો બનાવવાનો ઉત્સાહ રહ્યો નથી. આ માટે તેઓ કલાકારોની ટેલેન્ટ એજન્સીઓને જવાબદાર માની રહ્યા છે. જેણે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે, જેમાં એક્ટર્સને એક્ટિંગને બદલે સ્ટાર બનવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રિસ્ક ફેક્ટર ઓછું હોવાનું અને અને રિમેક બનાવવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે તેને કંઈ નવું કરવાનું નથી મળી રહ્યું.

અનુરાગે કહ્યું કે આજના સમયમાં હું એક પદ્ધતિની બહાર જઈને કંઇક નવું કરીને અલગ પ્રકારની ફિલ્મ કરી શકતો નથી, કારણ કે હવે બધું પૈસા પર આવી ગયું છે. જેમાં મારા નિર્માતાઓ માત્ર નફો અને માર્જિન વિશે જ વિચારે છે. ફિલ્મ શરૂ થતા પહેલા જ દરેક વ્યક્તિ વિચારે છે કે તેને કેવી રીતે વેચવી. તેથી ફિલ્મ બનાવવાની મજા હવે પૂરી થઈ ગઈ છે. તેથી જ હું આવતા વર્ષે મુંબઈ છોડીને સાઉથ શિફ્ટ થઈ રહ્યો છું. હું ત્યાં જવા માંગુ છું જ્યાં દરેક લોકો કામ કરવા આતુર હોય. નહિ તો હું એક વૃદ્ધ માણસની જેમ અહીં મરી જઈશ. હું મારી પોતાની જ ઇન્ડસ્ટ્રીઝથી નિરાશ અને નારાજ થઈ ગયો છું. હું તેની વિચારસરણીથી પરેશાન થઇ ગયો છું.

અનુરાગે હિન્દી સિનેમાની વિચારસરણી પર વધુ ટિપ્પણી કરતા કહ્યું કે, જ્યાં સુધી તે તેની રિમેક વિશે નહીં વિચાર કરે ત્યાં સુધી તે ‘મંજુમ્મેલ બોય્ઝ’ જેવી ફિલ્મો બનાવી શકતો નથી. તેણે કહ્યું, ‘ત્યાંની વિચારસરણી એ છે કે તે ફિલ્મ ફરીથી બનાવો જે પહેલા સારી રીતે ચાલી ગઈ છે. તેમને કંઈ નવું બનાવવું જ નથી.’ તેણે એક્ટર્સની ટેલેન્ટ એજન્સીઓને પણ નિશાના પર લીધી.

અનુરાગ કહે છે કે પહેલી પેઢીના કલાકારો સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે તેઓને સ્ટાર બનવાનો શોખ છે. તે અભિનય કરવા માંગતા નથી. એજન્સીઓ પહેલા કોઈને પણ એમ જ સ્ટાર નથી બનાવતી, પરંતુ જે ક્ષણે તે એક્ટર સ્ટાર બની જાય છે, તેઓ તેની પાસેથી ઘણા પૈસા લૂંટી લે છે. તેમનું કામ હોય છે એક સારા પ્રતિભાશાળી અભિનેતાને શોધવાનું.

જ્યારે કોઈ ફિલ્મ બને છે, ત્યારે તેઓ પહેલા તે અભિનેતાને પકડીને સ્ટાર બનાવે છે. પછી તેઓ તેના મગજમાં ઉંધીચત્તી ગમેતેવી ખોટી વાતો ઘુસાડે છે. તેમને બતાવવામાં આવે છે કે એક સ્ટાર બનવા માટે તમારે શું શું કરવું પડશે. તેઓ કલાકારોને વર્કશોપમાં નહીં મોકલે, પરંતુ વર્કઆઉટ માટે જીમમાં મોકલશે. હવે આ બધું માત્ર દેખાડો જ રહી ગયું છે, કારણ કે દરેક જણને સૌથી મોટા સ્ટાર બનવું છે.

અનુરાગે અભિનેતાઓની કારકિર્દી સાથે રમત રમવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું કે એકવાર એક અભિનેતા એક એજન્સીની વાત સાંભળીને તેની ફિલ્મ છોડી દીધી હતી, પરંતુ ફરીથી તે અભિનેતા તેની પાસે પાછો આવ્યો, કારણ કે પેલી એજન્સીએ તેની સાથે છેતરપિંડી કરી હતી.

અનુરાગે હિન્દી સિનેમામાં અભિનેતાઓના મહત્વ અને તેના સ્ટાર ટ્રીટમેન્ટ પર પણ ટિપ્પણી કરી હતી. તેણે તેની સરખામણી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કરી હતી, જ્યાં કલાકારો અલગ-અલગ કામ કરતા નથી પરંતુ એક સાથે આવીને એક ફિલ્મમાં કામ કરે છે, જેના કારણે તે ફિલ્મની સુંદરતામાં વધુ વધારો થઇ જાય છે, જે હવે હિન્દી સિનેમામાં જોવા મળતી નથી.

તેણે આ સ્ટાર ટ્રીટમેન્ટ માટે OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને જવાબદાર ગણાવ્યું છે. તે કહે છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ આ સ્ટાર ટ્રીટમેન્ટ લાવ્યા છે. એક સારી ફિલ્મ બનાવવાને બદલે અમને સ્ટારની જેમ કેવી રીતે ટ્રીટ કરી શકાય તેના પર ફોકસ કરીએ છીએ. ખાસ કરીને હિન્દી ફિલ્મોમાં. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ આવ્યા અને કદાચ તેમને ઇન્ડસ્ટ્રીઝમાં તેમનું સ્થાન મહેસુસ કરાવવું હતું, તેથી તેઓ તેમની સાથે કામ કરવાની અમેરિકન રીત પણ લાવ્યા. અત્યારે જે થઈ રહ્યું છે તે એ છે કે, દરેકને સ્ટાર ટ્રીટમેન્ટ જોઈએ છે નહીંતર તેઓ તેને પોતાનું અપમાન અનુભવે છે, જે ખોટું છે. આ ઇન્ડસ્ટ્રીઝની સૌથી વધુ સમસ્યા એ છે કે તે લોકો પોતાનું અપમાન થયાનો અનુભવ કરવા લાગે છે.

Leave a Reply