રાજસ્થાનના કોટપૂતલી વિસ્તારનો એક યુવાન આજે ઓર્ગેનિક ખેતીનું ઉદાહરણ બની ગયો છે. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલા આ યુવાન ઓર્ગિનેક ખેતીને બિઝનેસ બનાવીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
રાજસ્થાનના લેખપાલ યાદવે નાના પાયે જૈવિક ખેતીની શરૂઆત કરી હતી, પરંતુ ધારણા મુજબની સફળતા મળતી નહોતી. એ પછી તેણે યુટ્યુબ પર ટેક્નોલોજી શોધવાનું શરૂ કર્યું . તેને તારાચંદ બેલજી ટેક્નોલોજી મળી જે ઉર્જા આધારીત છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાને કારણે લેખપાલને સારી સફળતા મળી. એ પછી વૃક્ષાર્વેદની ફોર્મ્યુલા અપનાવી. આ બંને ફોર્મ્યુલાને કારણે લેખપાલ આજે વર્ષે દિવસે 17 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
તેના ખેતરમાં ઘઉં, ચણા, સરસવ, બાજરી, જીરૂ, કસ્તુરી મેથી, ટામેટા, બટાટા, ગાજર શિમલા મીર્ચ ઉપરાંત કેરી, જામફળ અને પપૈયા પણ ઉગાડે છે.