સેબીએ PNB મેટા લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના ઇક્વીટી ડીલર સચિન બકુલ દગલી અને તેની સાથે સંકળાયેલી 8 સંસ્થાઓને શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. સચિન અને તેની ટોળકીએ ગેરકાયકેસર રીતે શેરબજારમાંથી જે 21 કરોડ રૂપિયાની કમાણી કરી હતી તે સેબીએ પાછી મેળવી લીધી છે.
સેબીએ 1 જાન્યુઆરી 2021થી 19 જુલાઇ 2024 સુધીના ટ્રાન્ઝેકશનની તપાસ કરી તો ખબર પડી કે સચિન દગલી ઇક્વીટી સેલ્સના ટ્રેડર તેના ભાઇ તેજસ દગલીને ટ્રેડીંગને લગતી ગુપ્ત અને ગેર સાર્વજનિક માહિતી શેર કરી દેતો હતો અને તેજસ એ પછી કેટલાંક બ્રોકર્સને એ માહિતી લીક કરી દેતો હતો. આ લોકો માહિતી લોકો સુધી પહોંચે એ પહેલાં શેરબજારમાંથી મોટા પાયે ખરીદી કરી લેતા હતા અને પછી શેરો વેચીને રકમ ગજવે ઘાલી દેતા હતા.