fbpx

ઉત્તર પ્રદેશના મંત્રીએ કહ્યું- હનુમાન દાદા અમારી જાતિના હતા

ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે બલિયાની એક જાહેર સભામાં કહ્યું હતું કે, હનુમાન દાદા તો અમારી રાજભર જાતિના હતા.વર્ષ 2018માં યોગી આદિત્યનાથે હનુમાન દાદાને વનવાસી અને દલિત કહ્યા હતા.

સવાલ એ છે કે હનુમાન દાદા ખરેખર કઇ જાતિના હતા?

જાણકારોના કહેવા મુજબ હનુમાન દાદાના માતાનું નામ અંજના અને પિતાનું નામ કેસરી હતું. હનુમાન દાદાનો જન્મ કપિ નામની વાનર જાતિમાં થયો હતો. તેમના પિતા કેસરી કપિ ક્ષેત્રના રાજા હતા તેમને કપિરાજ તરીકે ઓળખવામાં આવતા હતા. આજથી 9 લાખ વર્ષ પહેલાં કપિ જાતિ ભારતની વિલક્ષણ જાતિ હોવાનું કહેવામાં આવે છે.

કેટલાંક લોકોનું માનવું છે કે હનુમાન દાદાનો જન્મ હરિયાણામા કૈથલમાં થયો હતો  આ પહેલા કપિ સ્થળ કહેવાતુ હતું. તો ડાંગના આદિવાસીઓ ડાંગના  અંજના પર્વતની ગુફામાં બજરંગ બલીનો જન્મ થયો હોવાનો દાવો કરે છે. કેટલાંક લોકો માને છે કે હનુમાન દાદા ઝારખંડમાં જન્મયા હતા.