fbpx

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખથી કાતિલ ઠંડી પડશે

Spread the love

દેશમાં અત્યારે હિમવર્ષા, કરા અને કમોસમી વરસાદને કારણે જનજીવન પર તો અસર પડી છે, પરંતુ ખેડુતોની ચિંતા વધારી દીધી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. ત્યાંના બર્ફીલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી ગુજરાત ઠંડીમાં ઠુંઠવાય રહ્યું છે. માઉન્ટ આબુમાં માઇનસ 4 ડીગ્રી તાપમાન પહોંચી ગયું છે અને સહેલાણીઓ ઠંડીની મજા માણવા આબુ ઉપડી રહ્યા છે.

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં ફરી 4 જાન્યુઆરીથી કાતિલ ઠંડી શરૂ થશે. ઉપરાંત 13 જાન્યુઆરી અને 18થી 19 જાન્યુઆરીમાં ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.

ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 5.6 ડીગ્રી નોંધાયું છે.

error: Content is protected !!