fbpx

અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ, પોલીસ હવે જાતે જ જજ બની ગઇ છે

Spread the love

અમરેલીમાં એક પાટીદાર દીકરીને પોલીસ રાત્રે 12 વાગ્યે ઉઠાવી લાવી હતી અને પછી તેણીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું એ વાત ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસ હવે જાતે જ ન્યાયાધીશ બની ગઇ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલા સરઘસ કાઢે છે.

 અમરેલીની  પાટીદાર દીકરી કુંવારી છે અને ભાજપ નેતાને ત્યાં જોબ કરે છે, 2 ભાજપ નેતાની લડાઇમાં આ દીકરી ફસાઇ ગઇ, પરંતુ પોલીસે એટલું પણ ન વિચાર્યું કે આ કુંવારી છોકરીની જિંદગી બરબાદ થઇ જશે? પરિવાર સમાજનો સામનો કેવી રીતે કરશે?

ગુજરાતની કોર્ટ પણ આ બધું જોઇ રહી છે, પરંતુ કોર્ટ પણ કોઇ આકરું પગલું પોલીસ સામે લેતી નથી.

નિયમ એવો છે કે આરોપીને પોલીસ પકડે અને કોર્ટ ગુનો થયો છે કે નહીં તે નક્કી કરે અને પછી સજા જાહેર કરે. આ તો પોલીસ પોતે જ કોર્ટ બની ગઇ છે.

error: Content is protected !!