fbpx

લા મેરેડીયન હોટલના ચીફ શેફ શશીકાંત રાઠોડને દક્ષિણ ગુજરાતમાં બેસ્ટ શેફનો એવોર્ડ

ગુજરાતના ખાદ્ય ખોરાક વિભાગ દ્રારા દેશ-વિદેશના કિંગ ઓફ શેફ એવોર્ડ માટે દેશ-વિદેશના શેફે ભાગ લીધો હતો. જેમાં સુરતની લા મેરેડીયનના હોટલના ચીફ શેફ શશીકાંત રાઠોડને દક્ષિણ ગુજરાતમાં બેસ્ટ શેફનો એવોર્ડ મળ્યો છે. લા મેરેડીયનના જનરલ મેનેજર પ્રકાશ પરમાર અને શશીકાંત રાઠોડે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.

શશીકાંત રાઠોડને એવોર્ડ મળવા પાછળનું કારણ એ છે કે તેઓ 26 વર્ષથી શેફ તરીકે કામ કરે છે અને પ્રતિષ્ઠીત ફાઇવ સ્ટાર હોટલમાં શેફ રહી ચૂક્યા છે. તેમણે અનેક ફુડ ફેસ્ટીવલના આયોજન કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દેશના રાષ્ટ્રપતિ કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે તેમનું મેન્યુ શેફ શશીકાંત રાઠોડ નક્કી કરે છે. PM મોદી જેટલીવાર સુરત કે દક્ષિણ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમના માટે ભોજન શેફ શશીકાંતે મોકલાવ્યું હતું. લા મેરેડીયનના જનરલ મેનેજર પ્રકાશ પરમારે કહ્યું કે, કિંગ શેફનો એવોર્ડ શશીકાંત રાઠોડને એનાયત કરવામાં આવ્યો તે અમારા માટે અને સુરત માટે ગૌરવની વાત છે.

Leave a Reply