fbpx

PM મોદી અજમેર દરગાહમાં ચાદર ચઢાવે એમાં કોને શું વાંધો છે,કેમ ચાદર ચઢાવવા ના પાડી

Spread the love

ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન અજમેર શરીફ દરગાહ પર PM નરેન્દ્ર મોદી દ્વારા મોકલાયેલી ચાદર ચઢાવવાને અટકાવવા માટે કામચલાઉ મનાઈ હુકમની માંગ કરતી અરજી અજમેરની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દરગાહ પર કોઈ ચાદર ચઢાવવામાં ન આવે, કારણ કે આ સ્થળ હાલમાં કાનૂની વિવાદનો વિષય છે.

હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરેલી અરજી અજમેર કોર્ટમાં ચાલી રહેલા મુકદ્દમાનો એક ભાગ છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અજમેર શરીફ દરગાહ, અગાઉ તોડી પાડવામાં આવેલ એક શિવ મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ PM નરેન્દ્ર મોદીની એક તસવીર ટ્વીટ કરી હતી, જેમાં તેઓ તેમને ચાદર આપી રહ્યા છે, જેને PM મોદી તરફથી અજમેર શરીફ દરગાહ પર ચઢાવવાની છે, આ એક પરંપરા છે. જેનું પાલન પૂર્વ PM દ્વારા પણ કરવામાં આવતું હતું.

રિજિજુએ ટ્વીટ કરીને કહ્યું, ‘PM નરેન્દ્ર મોદીજીએ ચાદર અર્પણ કરી, જે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન અજમેર શરીફ દરગાહ પર ચઢાવવામાં આવશે. આ લાગણી ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક વારસા અને તેના સંવાદિતા અને કરુણાના કાયમી સંદેશ પ્રત્યેના તેમના ઊંડા આદરને દર્શાવે છે.’

ગુપ્તાની અરજી અનુસાર, જ્યારે વિવાદિત માળખા સાથે સંબંધિત કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે કેન્દ્ર સરકાર ત્યાં આ પ્રકારની ચાદર મોકલીને ન્યાયિક સ્વતંત્રતા અને ન્યાયી સુનાવણીના અધિકારનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કેન્દ્ર સરકાર દ્વારા આ ચાદર મોકલીને વિવાદિત માળખાને કોઈપણ પ્રકારની રાજકીય કાયદેસરતા આપવાથી માત્ર ન્યાયિક પ્રક્રિયામાં જ અડચણ આવશે એટલું જ નહીં, પરંતુ કોર્ટની સ્વતંત્રતાને પણ અસર થશે, જેના કારણે સમગ્ર મામલો આધારહીન બની જશે.’

તેથી ગુપ્તાએ પ્રાર્થના કરી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ચાદર ચઢાવવામાં ન આવે. અજમેર દરગાહ સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની કબર છે. કોર્ટમાં પેન્ડિંગ કેસ અનુસાર, મુખ્ય પ્રવેશદ્વારની છતની ડિઝાઇન હિંદુ માળખાને મળતી આવે છે, જે દર્શાવે છે કે આ સ્થળ મૂળ એક મંદિર હતું.

ગુપ્તાએ કહ્યું કે, આ છત્રીઓની સામગ્રી અને શૈલી તેમના હિંદુ મૂળને સ્પષ્ટપણે દર્શાવે છે. કમનસીબે, તેમની ઉત્કૃષ્ટ સપાટીની કોતરણી રંગ અને સફેદતા દ્વારા અસ્પષ્ટ છે, જે એકવાર તેને દૂર કર્યા પછી તેમની સાચી ઓળખ અને વાસ્તવિકતા જાહેર કરી શકે છે.

Leave a Reply

error: Content is protected !!