fbpx

પ્રાંતિજ માતૃછાયા સોસાયટી ની બહેનો દ્રારા શ્વાનો માટે રોટલા બનાવામા આવ્યા

Spread the love

પ્રાંતિજ માતૃછાયા સોસાયટી ની બહેનો દ્રારા શ્વાનો માટે રોટલા બનાવામા આવ્યા
– છેલ્લા પાંચ વર્ષ થી શ્વાનો માટે રોટલા બનાવવામા આવે છે
– રોટલા બનાવીને સોસાયટી શ્વાનો તથા આજુબાજુની સોસાયટીઓના શ્વાનો ખવડાવવામા આવે છે
     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટી ની બહેનો દ્રારા બાજરી ના રોટલા બનાવવામા આવ્યા હતા અને રોટલા ધી ગોળ તૈયાર કરી સોસાયટી ના શ્વાનો તથા આજુબાજુની સોસાયટીઓમા જઈ ને શ્વાનો ને ખવડાવામા આવ્યા હતા


  પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટી ની બહેનો દ્રારા શ્વાનો માટે બાજરી ના રોટલા બનાવામા આવ્યા હતા અને રોટલા ધી ગોળ તૈયાર કરીને સોસાયટી ના શ્વાનો તથા સોસાયટી ની આજુબાજુની સોસાયટીઓ મા જઇ ને શ્વાનો ને રોટલા ખવડાવવામા આવે છે તો માતુછાયા સોસાયટીની બહેનો દ્રારા છેલ્લા પાંચ વર્ષ થી ઉત્તરાયણ પર્વ પહેલા શ્વાનો માટે બાજરી ના રોટલા બનાવવામા આવે છે અને ઉત્તરાયણ પર્વ પહેલા એટલે કે ધનુર્માસ મા સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમા બાજરી ના રોટલા બનાવી બાજરી ના રોટલા નુ વિતરણ કરવામા આવે છે અને ધનુર્માસ હિન્દુ સંસ્કૃતિ માટે પવિત્ર અને પાવન માસ ગણાય છે આ મહિનામા લોકો દાન-પુણ્ય અને પશુસેવા કરીને પુણ્ય નુ ભાથુ બાધે છે ત્યારે માતુછાયા સોસાયટી ની બહેનો દ્રારા દરવર્ષે સોસાયટીમા એકત્રિત થઈ ને સ્વહાથે શ્વાનો માટે રોટલા બનાવે છે અને શ્વાનોને ખવડાવામા આવે છે ત્યારે આ સહકાર્ય થી અન્ય લોકોને પણ પ્રેરણા મળે છે તેમ કહીએ તો નવાઇ નહી

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!