આરોપીના વકીલ સાથે વાત કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ એકદમ હુમલો કર્યો
પ્રાંતિજ ના વકીલ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ
– અભદ્ર ભાષામા બોલી એકદમ હુમલો કરી ઝપાઝપી કરી
– વકીલ દ્રારા અસીલ ના પતિ સામે પોલીસ ફરિયાદ કરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વકીલ સાથે ઝપાઝપી કરી અભદ્ર ભાષામા વાત કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અસીલ ના પતિ સામે પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ જુના બાકરપુર ખાતે રહેતા કિર્તિ કુમાર ત્રિભોવનદાસ પટેલ કે જેવો વકીલ હોય અને તેવો પોતાના અસીલ નો કેસ લડતા હોય જેને લઈ ને આધારકાર્ડ તથા આરોપીના પુત્ર ના જન્મ ના દાખલા બાબતે આરોપીના પુત્ર ના જન્મ ના દાખલા બાબતે આરોપી ના વકીલ એફ.આર.શર્મા સાથે વાત કરતા હોય તે વખતે સદામ હુસેન ઉર્ફે મોહમદઅત્તારી અબુબકર ભુરાવાલા એકદમ ઉશ્કેરાઈ જઈ અભદ્ર ભાષામા બોલી એકદમ હુમલો તથા ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કિર્તિકુમાર ત્રિભોવનદાસ પટેલ રહે.જુના બાકરપુર તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે કિર્તિકુમાર ની ફરિયાદ ને લઈ સદામ હુસેન ઉર્ફે મોહમદ અત્તારી અબુબકર ભુરાવાલા રહે.વ્હોરવાડ પ્રાંતિજ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫(૨) ,૩૫૨, ૩૫૧(૩) મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર દલજીભાઇ દ્રારા હાથ ધરવામા આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ