ડાયમંડ ઉદ્યોગમાં શુક્રવારે પોલિશ્ડ ડાયમંડના ભાવ જાહેર કરતી અમેરિકન કંપની રેપાપાર્ટે તૈયાર હીરાના ભાવમાં 5થી 9 ટકા સુધીનો ઘટાડો કરતા ડાયમંડ ઉદ્યોગ માટે પડતા પર પાટુ મારવા જેવો ઘાટ થયો છે. હજુ તો બજારમાં માંડ માંડ ચાલી રહ્યું હતું ત્યાં આ ભાવ ઘટાડાએ મોટી મોકાણ ઉભી કરી છે.
પોલિશ્ડ ડાયમંડના ભાવ માર્ટિન રેપાપોર્ટની કંપની બહાર પાડે છે જેને રેપ નેટ કહેવામાં આવે છે. વર્ષ 2024માં આ રેપાપોર્ટે પોલિશ્ડ ડાયમંડના ભાવમાં 2 વખત ઘટાડો જાહેર કર્યો હતો ત્યારે ડાયમંડ ઉદ્યોગના લોકોમાં નારાજગી હતી.
ડાયમંડ ઉદ્યોગકારોને કહેવું છે કે, આ ભાવ ઘટાડાને કારણે બજારની સ્થિરતા તુટી જશે અને બજારને કળ વળતા હજુ એક મહિનાનો સમય લાગશે.