શેરબજાર સંબંધિત હેરાફેરી માટે જેલની હવા ખાઇ ચુકેલો અને જેણે ગુજરાતની માધવપુરા બેંકને ડુબાડી દીધી હતી તેવા કેતન પારેખ ફરીથી સેબીના સંકજામાં આવી ગયો છે. સેબીએ માર્કેટ ઓપરેટર અને પૂર્વ બિગબુલ કેતન પારેખને સંડોવતા ફ્રનિટ રનિંગ સ્કેમનો પર્દાફાશ કર્યો છે.
સિંગાપોરના નાગરિક રોહિત સલગાંવકર સાથે મળીને કેતન પારેખ શેરોના ભાવોમાં મેન્યુપ્લેટ કરીને 66 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી કરી હોવાનું સેબીના ધ્યાન પર આવ્યું છે. સેબીએ કેતન પારેખ સહિત કુલ 22 લોકો પર શેરબજાર પર કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે, તેમના ડિમેટ, બેંક ખાતી ફ્રીજ કરી દેવામાં આવ્યા છે અને આ લોકો મ્યુ.ફંડ રીડીમ્પશનના પૈસા પણ ઉઠાવી શકશે નહીં.
રોહિત અમેરિકાના એક મોટા ફંડ સાથે કામ કરે છે અને તેને મળતી ગુપ્ત માહિતી તે કેતન પારેખને શેર કરી દેતા અને કેતન તેના મળતિયા બ્રોકર્સ સાથે મળીને શેરબજારમાંથી ખરીદી કરીને ધૂમ કમાણી કરતો હતો.