સુરતની એક સોનાની લગડી જેવી જમીન કૌભાંડમાં સુરતની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે 4 મોટા માથાઓ સામે ગુનો દાખલ કર્યો છે. સુરત એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમાં 5 લાખ વારની જમીન 2500 કરોડ જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવનાર સમૃદ્ધી કોર્પોરશન અને 4 ભાગીદારો સામે ગુનો નોંધાયા છે.
ફરિયાદ આઝાદ રામોલિયા નામની વ્યકિતએ કરી છે જેમની જમીન છે. આરોપીઓ તરીકે સમૃદ્ધી કોર્પોરેશન, નરેશ નેમચંદ શાહ જેમને નરેશ વીડિયો તરીકે ઓળખવામાં આવે છે, મનહર મુળજીભાઇ કાકડીયા કે જોઓ જી ડી ગોએન્કા સ્કુલના સંચાલક છે, લોકનાથ લોરન્દામલ ગંભીર જેણે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા છે અને જયપ્રકાશ ખાનચંદ આસવાની જે એક જમાનામાં સિટીલાઇટ વિસ્તારના કિંગ બિલ્ડર તરીકે ગણાતા હતા.