fbpx

તમારા બાળકો સોશિયલ મીડિયા વધુ વાપરે છે તો આ નિર્ણયથી માતા-પિતા થઈ જશે ખુશ

Spread the love

સોશિયલ મીડિયાના વધી રહેલા દુરુપયોગ અને તેની આડઅસરને જોતા કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને રોકવા માટે નવો કાયદો લાવી શકે છે. હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની પરવાનગી લેવી પડશે. આ નિયમ ડેટા પ્રોટેક્શનના નવા ડ્રાફ્ટમાં છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી માતાપિતાની સંમતિ ન હોય ત્યાં સુધી કંપનીઓ બાળકોના ડેટાનો ઉપયોગ અથવા સ્ટોર કરી શકતી નથી.

કેન્દ્રએ શુક્રવારે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા અને લોકોને વાંધા અને સૂચનો મોકલવા કહ્યું. લોકોનો પ્રતિસાદ mygov.in પર સબમિટ કરી શકાય છે, એમ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ શુક્રવારે એક સૂચનામાં જણાવ્યું હતું. ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી પછી વિચારણા કરવામાં આવશે. તેનો અર્થ એ કે તેમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે. બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.

કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ અનુસાર, ડેટા માટે જવાબદાર કંપનીઓએ તપાસ કરવી પડશે કે, બાળકના વાલી હોવાનો દાવો કરનાર વ્યક્તિ પુખ્ત છે અને જો કોઈ કાયદાનું પાલન કરવાની જરૂર હોય, તો તેની ઓળખ કરી શકાય છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે, ડેટા કંપનીઓ આ ડેટાને માત્ર એટલા સમય પૂરતું જ સ્ટોર કરી શકશે જ્યાં સુધી લોકોએ તેમને મંજૂરી આપી હશે. એટલું જ નહીં આ ડેટાને પાછળથી ડિલીટ પણ કરવો પડશે. ડેટા માટે જવાબદાર કંપનીઓની યાદીમાં E-કોમર્સ, સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવશે.

ગ્રાહકોને પૂછવાનો અધિકાર હોવો જોઈએ કે, તેમનો ડેટા શા માટે એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આ સાથે ડેટાના ભંગ બદલ 250 કરોડ રૂપિયા સુધીનો જંગી દંડ પણ છે. કંપનીઓ લોકોનો અંગત ડેટા ભારતની બહાર લઈ જઈ શકશે નહીં. કાયદેસર રીતે, ત્યાં માત્ર થોડા જ કેસ હશે જેમાં ડેટાને દેશની બહાર લઈ જવાની સંમતિ હશે. ડેટા પ્રોસેસિંગની તમામ શ્રેણીઓ પણ પબ્લિકમાં જાહેર કરવી પડશે. પ્રોસેસિંગનો હેતુ પણ જણાવવો પડશે. અહીં તમને જણાવી દઈએ કે, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ વર્ષ 2023માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!