fbpx

એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને 1800 કરોડ રૂપિયાનું નુકશાન

એક મ્યુચ્યુઅલ ફંડમાં સીબીઆઇ અને સેબીની તપાસ ચાલી રહી હોવાના અહેવાલને કારણે રોકાણકારોને 1800 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.નિપ્પોન લાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ મ્યુ. ફંડ સામે સેબી 950 કરોડ રૂપિયાના ગોટાળાની તપાસ કરી રહી હતી, તેમાં સીબીઆઇની એન્ટ્રી થઇ હતી.

નિપ્પોન મ્યુ.ફંડનું નામ પહેલા રિલાયન્સ મ્યુ. ફંડ હતું અને એ અનિલ અંબાણીની કંપની હતી. એ સમયમાં આ કૌભાંડ થયું હતું. રિલાયન્સ મ્યુ. ફંડે યસ બેંકના બોન્ડમાં 2800 કરોડનું રોકાણ કર્યું તેમાંથી 950 કરોડ રૂપિયાની સીબીઆઇ તપાસ કરી રહી છે.

સીબીઆઇની તપાસના અહેવાલોને કારણે  નિપ્પોનના ઇન્વેસ્ટર્સ છે તેમને 1800 કરોડ રૂપિયાનું નુકશાન ગયું છે. મ્યુ. ફંડમાં જે રોકાણ પર વળતર મળે છે તેમાં મોટો ઘટાડો થઇ ગયો છે. કેટલાંક લોકો આ મ્યુ. ફંડમાંથી રૂપિયા પણ ઉઠાવી રહ્યા છે.

Leave a Reply