રિલાયન્સની જામનગરમાં આવેલી પેટ્રોલિયમ રિફાઇનરીને 25 વર્ષ પુરા થયા એ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અનંત અંબાણી, મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને ઇશા અંબાણીએ પોતાના સંબોધન કર્યા હતા.
જામનગર રિફાઇનરીનો સ્ટાફ અને રિલાયન્સ પરિવાર માટે યોજાયેલા કાર્યક્રમમા અનંત અંબાણીએ કહ્યું કે, મારા દાદા ધીરુભાઇ અંબાણીએ એક સપનું જોયેલું કે એવી રિફાઇનરી બને જે દુનિયામાં સર્વશ્રેષ્ઠ હોય. મારા પિતા મુકેશ અંબાણીએ એ સપનું આગળ વધાર્યું અને આજે હું સંકલ્પ કરુ છું કે જામનગર રિફાઇનરીના બધા સપના અમે પુરા કરીશું.
આકાશ અંબાણીએ કહ્યું કે, અમે જામનગર રિફાઇનરીમાં AI ઇન્ફ્રાસ્ટ્રકચર પર કામ શરૂ કર્યું છે જે 24 મહિનામાં પુરૂ કરી દેવામાં આવશે.