મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોની આહટ સંભળાઇ રહી છે. એક તરફ વિપક્ષ મહાવિકાસ અઘાડીમાં ફાડચા પડવાના સંકેતો મળી રહ્યા છે તો મહાયુતિમાં દેવેન્દ્ર ફડણવીસ પોતાની સહયોગી પાર્ટીઓથી અસહજત મહેસુસ કરી રહ્યા છે.વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઇને ભારે ખેંચતાણ ચાલી હતી તો એ પછી ખાતાને લઇને પણ બબાલ ઉભી થઇ હતી. હવે જ્યારે BMCની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર ભાજપ અને શિંદે શિવસેના વચ્ચ તકરાર ઉભી થવાની શક્યતા છે.
બીજી તરફ તાજેતરમાં દેવેન્દ્ર ફડણવીસ ગઢચિરૌલીની મુલાકાતે ગયા તો ઉદ્ધવ ઠાકરે ગ્રુપના અખબાર સામનામાં ફડણવીસના મોં ફાટ વખાણ કરવામાં આવ્યા.સામનના તંત્રી લેખનું હેડિંગ હતું બધાઇ હો દેવાભાઇ. તો NCPના નેતા અને શરદપવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા. આ વાતથી શિંદે નારાજ થયા છે.