સુરતના સાયલન્ટ ઝોન વિસ્તારમાં સિટી સરવેના અધિકારીઓની મીલિભગતથી જૂની શરતની જમીનોને બિન ખેતી તરીકે રૂપાંતરીત કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ખોટું માલિકીપણું ઉભું કરી દીધું અને આ કારસ્તાન સમૃદ્ધી કોર્પોરેશનના નામે થયું. લગભગ 351 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા.
સમુદ્ધી કોર્પોરેશમાં 4 ભાગીદાર છે, જેમાં નરેશ શાહ, મનહર કાકડીયા, જયપ્રકાશ આસવાની અને લોકપાલ ગંભીર. પરંતુ CID ક્રાઇમ, સુરતે અત્યારે માત્ર સમૃદ્ધી કોર્પોરેશન અને ભાગીદાર એવું લખ્યું છે. નામ લખ્યા નથી.