fbpx

ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો આંકડો 422 કરોડ પર પહોંચ્યો, CA બેસાડવા પડ્યા

ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પછી ઘણી ચોંકાવનારી વાત સામે આવી છે. ઝાલાના પોન્ઝી સ્કીમના કૌભાંડનો આંકડો 422 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.

CID ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પછી આ કેસ આર્થિક અપરાધ નિવારણ શાખાને સોંપાયો છે. પોલીસને આખો કેસ ઉકેલવમાં મુંઝવણ ઉભી થઇ છે અને તેના માટે C.Aની ટીમ બેસાડવામાં આવી છે. ઝાલાએ 5 બેંકોમાં 20 ખાતા જુદા જુદા નામે ખોલાવ્યા છે અને આ બધા ખાતાઓમાં તે રકમની હેરાફેરી કરતો રહેતો હતો. મલ્ટી લેવલ માર્કેટીંગ ચેઇનની જેમ એણે સ્કીમ બનાવી હતી. પહેલી વ્યકિત બીજાને ગ્રાહક બનાવે તો કમિશન મળે એ રીતે બધાને લાલચ આપતો હતો.

Leave a Reply