પ્રાંતિજ ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૪-૨૫ પોષક વાનગી સ્પર્ધા યોજાઈ
– આઇ.સી.ડી.એસ મહિલા અને બાળવિકાસ દ્રારા કાર્યક્રમ યોજાયો
– આંગણવાડી મહિલા કાર્યકરો પોતાના ધરેથી વાનગીઓ બનાવી ને લાવી
– બેસ્ટ વાનગી વિજેતા બહેનોને નંબર આપી પ્રમાણપત્ર આપવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૪-૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ માંથી બનતી વિવિધ પોષ્ક વાનગી સ્પર્ધા યોજાઈ
પ્રાંતિજ દશામા મંદિર ના હોલ ખાતે આઇ.સી.ડી એસ મહિલા અને બાળવિકાસ દ્રારા પ્રાંતિજ અર્બન ખાતે અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્રારા પોતાના ધરેથી અલગ-અલગ મિલેટ્સ માંથી બનેલ વાનગીઓ બનાવીને લાવી હતી જેમા રસોઈ હરીફાઈ માં મીલેટસ એટલે કે જાડા ધાન જેવા કે જુવાર, મોરૈયો ,કોદરી, મકાઈ, બાજરી જેવા અનાજમાંથી જુદી જુદી પ્રકારની જીભે વર્ગી જાય તેવી વાનગી બેનો દ્વારા બનાવવામાં આવી હતી તેમજ વધતા જતા રોગો જેવા કે ડાયાબિટીસ બીપી કેન્સર વિશે જાણકારી આપી અને આના ઉપયોગ કરવાથી તેના ફાયદા ની જાણકારી આપી હતી અને વાનગી હરીફાઈ માં બહેનોએ ખૂબ જ સુંદર વાનગીઓ બનાવી હતી તે આકર્ષણ નું કેન્દ્ર બની જવા પામી હતી તો ઉપસ્થિત અધિકારીઓ તથા ભાજપ મહિલા મોરચા ની બહેનો દ્રારા આ વાનગીને આરોગીને તેની સ્વાદ વિશેની સારી જાણકારી આપી હતી આ વાનગી હરીફાઈ માં વિજેતા બહેનોને નંબર આપી ઉપસ્થિત મહેમાનો ના હસ્તે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અધિકારીઓ સહિત પ્રાંતિજ મહિલા મોરચા ની બહેનો પ્રાંતિજ આઈસીડીએસ નો તમામે-તમામ સ્ટાફ તેમજ કાર્યકર બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી
જીલ રાવલ પ્રાંતિજ