fbpx

બાઇડને જતા-જતા કેમ કર્યો મોટો ખેલ, ભારત વિરોધીને આપ્યુ સર્વોચ્ય સન્માન, મસ્ક ગરમ

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજેતા બન્યા છે, પરંતુ તેઓ સત્તાવાર રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરી 2025ના દિવસે શપથ લીધા પછી બનશે. ત્યાં સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડન ચાલું રહેશે. જો બાઇડનની સત્તા પુરી થવાને હવે 15 દિવસ બાકી છે એ પહેલા બાઇડને ભારત વિરોધી ગણાતા જ્યોર્જ સોરેનને અમેરિકાનું સર્વોચ્ય સન્માન આપ્યું છે.

જ્યોર્જ સોરેસ એવા વ્યક્તિ છે જેની સામે દુનિયામાં અનેક સરકારોને ઉથલાવી નાંખવાનો કારસો રચવાનો આરોપ છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે અનેક વખત આ સોરોસ ઝેર ઓકી ચૂક્યા છે.

જો બાઇડને આ પહેલાં તેમના પોતાની દીકરા હંટર બાઇડનના બધા ગુના માફ કરી દીધા હતા અને હવે સોરેસને પ્રેસિડન્શીયલ મેડલ ઓફ ફ્રીડમ કે જે અમેરિકામાં સર્વોચ્ય સન્માન ગણવામાં આવે છે તે સોરોસને આપ્યું છે.

Leave a Reply