fbpx

ભારતનો પહેલો ઇલેક્ટ્રિક હાઇવે ક્યાં બનશે અને કેવો હશે?

કેન્દ્રીય રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, દિલ્હીથી જયપુર ઇલેકટ્રીક હાઇવે બનાવવાની યોજના પર સરકાર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, સરકાર બાયો ફ્યુઅલ મામલે ભારતને ટોચ પર લાવવા માંગે છે.

સ્વીડનમાં વર્ષ 2018માં ઇલેકટ્રીક હાઇવે બનાવવામાં આવ્યો હતો એવો જ હાઇવે ભારતમાં બનાવવાની તૈયારી ચાલી રહી છે. પહેલો હાઇવે નવી દિલ્હીથી જયપુર વચ્ચે 225 કિ.મી લાંબો હશે.

ઇલેકટ્રીક હાઇવે પર ઓવરહેડ પાવર લાઇનો નાંખવામાં આવશે. જ્યારે હાઇવે પર ઇલેકટ્રીક વાહનો પ્રવેશ કરશે તો આ ઓવરહેડ પાવર લાઇનથી વાહનોને વીજળી મળતી રહેશે. જેમ ટ્રેનો અને ટ્રામ ચાલે છે તેવી રીતે. ઇલેકટ્રીક હાઇવે માટે એક કંટ્રોલ રૂમ પણ હશે. ઇલેકટ્રીક હાઇવે બનતા હજુ 7 વર્ષ લાગશે.

Leave a Reply