fbpx

કેલિફોર્નિયામાં એવું શું થયું છે કે રાષ્ટ્રપતિએ બીજા દેશનો પ્રવાસ કેન્સલ કર્યો

અમેરિકામાં સૌથી પહેલી પેસિફિક પેલિસેડ્સના જંગલમાં આગ લાગી છે અને આ વિસ્તારમાં આવેલા હોલિવુડ હિલ્સમાં અનેક એકટ્રેસ અને અભિનેત્રીઓના બંગલાઓ આવેલા છે. અમેરિકાના ઇતિહાસમાં  આ સૌથી મોટી આગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આગ એટલી ખતરનાક છે કે જો બાઇડેન પોતાનો બીજા દેશનો પ્રવાસ પણ રદ્દ કરવો પડ્યો છે.

હોલિવુડ હિલ્સ એ કેલિર્ફોનિયાના લોંસએંજેલસના સેન્ટ્રલ રિજયનમાં આવેલો વિસ્તાર છે.  આ વિસ્તારમાં વોર્નર બ્રદર્શનો વોલ્ટ ડિઝની સ્ટુડીયો, યુનિવર્સલ પિકચર્સ અને પેરેમાઉન્ટ પિકચર્સ સ્ટુડીઓ ખંડેર બની ગયા છે.

હોલિવુડ અભિનેતા બેન એફલેક કે જેણે તાજેતરમાં જ અમેરિકાની જાણીતી સિંગર અને અભિનેત્રી જેનીફેર લોપેઝ સાથે છુટાછેડા લીધા પછી 176 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો, જે બળીને ખાખ થઇ ગયો છે. જાણીતી અત્રિનેત્રી પેરિસ હિલ્ટનનો 55 કરોડનો બંગલો પણ વિકરાળ આગમાં હોમાઇ ગયો છે.

Leave a Reply