નવા વર્ષની શરૂઆતથી મહારાષ્ટ્રમાં એક ખેલ શરૂ થયો છે, ભત્રીજા અજિત પવાર અને કાકા શરદ પવારને ભેગા કરવાનો. જાણકારોનું કહેવું છે કે, એક મોટા ઉદ્યોગપતિ આ બધુ સેટીંગ કરી રહ્યા છે અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવી શકે છે.
શરદ પવાર NDAમાં આવી જાય તો, ભાજપને પણ નીતિશ અને ચંદ્રાબાબુ નાયડુ પરની જે નિર્ભરતા છે તે ઘટી જાય. શરદ પવાર પાસે 8 સાંસદો છે.
તાજેતરમા અજિત પવારના માતાએ નિવેદન આપ્યું હતું કે, પવાર પરિવાર ફરી એક થઇ જાય અને સુપ્રિયા સુલેએ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરેલા ત્યારથી મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બદલાવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
શરદ પવાર પાસે પણ હવે 5 વર્ષ સત્તા મળવાની નથી એટલે પાર્ટી બચાવવા માટે કોઇ મોટો ખેલો કરવા સિવાય કોઇ વિકલ્પ નથી.