પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ 8 જાન્યુઆરીએ આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેમની વાસ્તવિક ઉંમર 65 વર્ષ છે. તેમણે કહ્યું કે સરકારી રેકોર્ડમાં તેમની જન્મ તારીખ અને ઉંમર ખોટી નોંધાઈ હતી. સત્તાવાર રેકોર્ડ મુજબ, CM મમતા બેનર્જીનો જન્મ 1955માં થયો હતો. જે મુજબ તેમની ઉંમર 70 વર્ષ છે.
બંગાળ સરકાર દ્વારા આયોજિત વિદ્યાર્થી સપ્તાહના છેલ્લા દિવસે ધન્યગાર ઓડિટોરિયમમાં તેમણે આપેલા ભાષણ દરમિયાન, CM મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘મારા પિતાએ મારા જન્મનું વર્ષ પાંચ વર્ષ આગળ વધારી દીધું હતું. મને આ વાતની ખબર નહોતી. મારા ગ્રેજ્યુએશનના દિવસોમાં, મારા મોટા ભાઈ અજિત બેનર્જીએ મને આ વિશે કહ્યું. તેમણે મને એમ પણ કહ્યું કે, તેમની અને મારી વચ્ચે ઉંમરનો તફાવત ફક્ત છ વર્ષનો છે.’
CM મમતા બેનર્જીએ કહ્યું કે, ઘણીવાર લોકોની વાસ્તવિક ઉંમર છુપાયેલી રહે છે અને ફક્ત પ્રમાણપત્રમાં નોંધાયેલ ઉંમર જ લોકોને ખબર હોય છે. આ કાર્યક્રમમાં CM મમતા બેનર્જીના ભાઈ અજિત બેનર્જી પણ હાજર હતા. તેમણે કહ્યું, ‘તે સમયે ઘરે જ બાળકોનો જન્મ કરાવાતો હતો. તે સમયે આવી ઘટનાઓ વારંવાર બનતી હતી. આજે મારા મોટા ભાઈ અહીં હાજર છે. એટલા માટે મેં તેમને સાક્ષી બનાવીને આ ખુલાસો કર્યો. મેં મારા રાજકીય જીવનના શરૂઆતના દિવસોમાં લખેલા એક પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.’
CM મમતા બેનર્જીનું શરૂઆતનું જીવન બહુ સારું નહોતું. બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થયા પછી, બધા 6 બાળકોના ઉછેરની જવાબદારી તેમની માતા પર આવી ગઈ. માતાને મદદ કરવા માટે,
CM મમતા બેનર્જીએ અભ્યાસની સાથે સાથે નોકરી કરવાનું પણ શરૂ કર્યું. તેમણે કોલેજના દિવસોમાં રાજકારણમાં પ્રવેશ કર્યો.
CM મમતા બેનર્જીએ આગળ કહ્યું, મને મારું નામ (મમતા) ગમતું નથી. પરંતુ આપણે બધાએ વારસામાં મળેલા નામ અને પદવીનો સ્વીકાર કરવો જ પડે છે.
CM મમતા બેનર્જીએ તેમના સંસ્મરણ ‘એકાંતે’માં લખ્યું છે કે, તેમનો જન્મ દુર્ગા પૂજા દરમિયાન થયો હતો. તેઓ દુર્ગાષ્ટમીના દિવસે પોતાનો જન્મદિવસ ઉજવતા હતા અને તે દિવસે તેઓ ચોખાની ખીર બનાવતા હતા. હિન્દુ કેલેન્ડર મુજબ, આ પૂજા સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરની શરૂઆતમાં થતી હોય છે. CM મમતા બેનર્જીની માતાનું નામ ગાયત્રી બેનર્જી અને પિતાનું નામ પ્રોમલેશ્વર બેનર્જી હતું. જ્યારે તેઓ 17 વર્ષના હતા. ત્યારે જ તેમના પિતાનું અવસાન થઇ ગયું હતું.