ઉત્તરાયણ એ ગુજરાતનો સૌથી માનીતો તહેવાર છે અને હવે આ ઉત્સવને 2 જ દિવસ આડા છે. ઉત્તરાયણના દિવસે લોકોને સૌથી મોટું ટેન્શન એ હોય છે કે પવન આવશે કે નહી? જો પવન પુરતો ન હોય તો પતંગ ઉડાવવાની મજા મરી જાય.
અમે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ પાસેથી જાણ્યું છે કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે દક્ષિણ ગુજરાતમાં પવન કેવો રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, વહેલી સવારે ઘણો સારો પવન રહેશે એટલે વહેલી સવારથી જ ધાબે ચઢી જવું જોઇએ. એ પછી સવારે 10 વાગ્યા સુધી 10થી 12 કિ.મીની ઝડપે પવન રહેશે. બપોરના સમયે 7થી 8 કિ.મી અને સાંજે ફરી 10થી 12 કિ.મી પવન રહેશે.