fbpx

જિલ્લા પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના પ્રભારીને ‘બુટનો બુકે’ કોણે આપ્યો

BJP, જેને દેશનો સૌથી શિસ્તબદ્ધ પક્ષ કહેવામાં આવે છે અને ‘સબકા સાથ સબકા વિકાસ’નું સૂત્ર આપ્યું છે, તે આ સૂત્રમાં જણાવેલી બાબતોને તેની પ્રાથમિકતાઓમાં લાગુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ સૂત્રથી વિપરીત, કાનપુર શહેરમાં એક એવું ચિત્ર સામે આવ્યું જેણે BJPના આ સૂત્રને ઉલટાવી દીધું છે. જે કાર્યકરો અને લોકોના ટેકાથી BJP સત્તાની ટોચ પર ચઢી રહ્યો છે, તેમાંથી એક તેનો વિરોધ કરી રહ્યો છે અથવા કદાચ BJPની નીતિઓ તેને પસંદ નથી અથવા તે BJPના નેતાઓથી નારાજ છે.

કાનપુરમાં BJP જિલ્લા પ્રમુખ પદની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા શરૂ થતાં જ હોબાળો મચી ગયો. આ સમય દરમિયાન, કાર્યકરોએ ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. કાર્યકરોએ ચૂંટણી પ્રભારીની સામે સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધમાં તેમને બુટનો ગુલદસ્તો આપ્યો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, પ્રતાપગઢના ભૂતપૂર્વ સાંસદ અને BJP OBC મોરચાના મહાસચિવ સંગમલાલ ગુપ્તાને કાનપુરમાં BJP જિલ્લા પ્રમુખની ચૂંટણી માટે પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ વિભાગીય પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે, પદો માટે અરજી કરવા છતાં, કાર્યકર્તાઓને તેમની ઇચ્છા વિરુદ્ધ અન્ય પદો આપવામાં આવી રહ્યા હતા. જ્યારે મામલો વધુ વકર્યો ત્યારે વરિષ્ઠ નેતાઓએ દરમિયાનગીરી કરીને કાર્યકરોને શાંત પાડ્યા.

સંગઠનના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પર દોષારોપણ કરતા, પાર્ટીના વિભાગીય પ્રમુખ રહેલા જ્યોતિએ કહ્યું કે, તેમણે વિભાગીય પ્રમુખ પદ માટે ફરીથી અરજી કરી હતી, પરંતુ અરજી કર્યા વિના, તેમને જિલ્લા પ્રતિનિધિની જવાબદારી સોંપવામાં આવી હતી.

રવિવારે, ચૂંટણી પ્રભારી સંગમ લાલ ગુપ્તા કાર્યાલય પહોંચ્યા કે તરત જ કર્નલગંજ મંડળના કાર્યકરોએ વિરોધ કર્યો. તેમણે ‘અમે દલિતોનું અપમાન સહન નહીં કરીએ’ જેવા સૂત્રોચ્ચાર કર્યા. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને નેતાઓએ કાર્યકરોને સમજાવ્યા, ત્યારપછી ગુસ્સે ભરાયેલા કાર્યકરો શાંત થયા અને પાછા ફર્યા.

BJPના કાર્યકરોનું કહેવું છે કે, મંડળ પ્રમુખ અને જિલ્લા પ્રતિનિધિની ચૂંટણી માટે અરજી અને મતદાન પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ, પરંતુ આ વખતે અરજીઓ લીધા પછી પણ મતદાન થયું ન હતું અને રાજ્ય સ્તરેથી સીધા જ પદોની જાહેરાત કરવામાં આવી હતી. આનાથી કાર્યકરોમાં ગુસ્સો વધ્યો છે.

Leave a Reply