પ્રાંતિજ બજાર માં પતંગ દોરી સહિત ની ચીજ વસ્તુઓ ખરીદી કરવા ગ્રાહકો નું ધોડાપુર ઉમટી પડ્યુ
– એક દિવસ અગાઉ પતંગ-દોરી સહિત ની ખરીદીમાટે ગ્રાહકો કિડીયાળા ની જેમ ઉભરાયા
– ગ્રાહકોની ભીડ જોઇને વેપારીઓના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર મા ઉત્તરાયણ પર્વ ને એક દિવસ અગાઉ બજાર મા ગ્રાહકો નું ધોડાપુર જોવા મલ્યુ હતુ અને લોકો પતંગ દોરી સહિત ની ચીજ વસ્તુઓ ખરીદી કરવા ગ્રાહકો ઉમટી પડયા હતા
ઉત્તરાયણ પર્વ ને એક દિવસ અગાઉ પ્રાંતિજ બજાર મા પતંગ-દોરી ની ખરીદી કરવા માટે જાણે પ્રાંતિજ બજાર મા લોકો નુ ધોડાપુર ઉમટી પડયુ હતુ અને બજાર મા જયાજુવો ત્યાં કિડીયાળા ની જેમ લોકો ખરીદી કરવા ઉમટી પડયા હતા અને જયા જુઓ ત્યાં બજાર મા ભીડ જોવા મળી હતી તો પતંગ-દોરી સહિત ની ખરીદી કરતા ગ્રાહકો જોવા મલ્યા હતા તો ગુહણીઓ પણ શાકભાજી ની દુકાનો ઉપર શાકભાજી ની ખરીદી કરતી જોવા મળી હતી તો બજાર માં બોર , ચીકી , શેરડી , શીંગોડા સહિત ની ખરીદી કરતા લોકો જોવા મલ્યા હતા જયારે પ્રાંતિજ બજાર મા છેલ્લા દિવસે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતા પતંગ દોરીનો વેપાર કરતા વેપારીઓ સહિત ના વેપારીઓમા ખુશી જોવા મળી હતી
જીલ રાવલ પ્રાંતિજ