fbpx

ખેડબ્રહ્મા ના લીલાવંટા ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

ખેડબ્રહ્મા ના લીલાવંટા ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

  • વર્ષ નો 14મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
  • લીલાવંટા ગામ સહિત આજુબાજુ માંથી 683 દર્દીઓએ લાભ લીધો
  • 292 વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું
  • 130 દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના લીલાવંટા ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો 14 મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં લીલાવંટા ગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ લાભ લીધો હતો

ખેડબ્રહ્મા તાલુકાના લીલાવંટા આવેલ લીલાવંટા પ્રાથમિક શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન આયોજિત વર્ષ નો ૧4 મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં લીલાવંટા ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ-683 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 292 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે 130 દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે આંખના મદદનીશ ટીમ તેમજ સ્ટાફ દ્વારા સહિયોગ પુરો પાડવામાં આવ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply