~એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લૌરેન પોવેલ જોબ્સ મહાકુંભ 2025માં ભાગ લેવા માટે વારાણસી પહોંચી ગયા છે અને 13 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચી જશે. તેઓ તેમની 60 જણાની ટીમ સાથે લઇને આવ્યા છે.લૌરેન પોતે દુનિયાના અબજોપતિની યાદીમાં સામેલ છે.
લૌરેન નિરંજની અખાડાના આચાર્ય સ્વામી કૈલાશનંદ મહારાજને પોતાના ગુરુ બનાવ્યા છે. લૌરેન 10 દિવસ સુધી કલ્પવાસમાં રહેશે. ગુરુ કૈલાશનંદમહારાજે 10 દિવસ માટે લૌરેનનું નામ કમલા રાખ્યું છે.
લૌરેન શાંતિ અને અધ્યાતમની શોધમાં મહાકુંભ 2025માં સામેલ થવા માટે આવ્યા છે અને શાહી સ્નાનમાં પણ ભાગ લેશે.
લૌરેન 12 જાન્યુઆરીએ વારાસણસી પહોંચી ગયા છે અને તેમણે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા છે અને રાત્રે ગંગા આરતીમાં ભાગ લીધો છે.