fbpx

લેબગ્રોન ડાયમંડના ભાવમાં કડાકો, હજુ કેટલા નીચે જશે?

એક બિઝેનસ ચેનલ પર સેન્કો ગોલ્ડના મેનેજિંગ ડિરેકટર સુવંકર સેન અને ગોલ્ડીયમ ઇન્ટરનેશનલના MD અનમોલ ભણશાળીએ લેબગ્રોન ડાયમંડ માર્કેટ પર ચર્ચા કરી હતી. તેમનું કહેવું હતું કે, ઓવર પ્રોડકશનને કારણે લેબગ્રોન ડાયમંડના ભાવ 25થી 30 ટકા જેટલાં તુટી ગયા છે.પરંતુ હવે આ ભાવ તળિયા આવી ગયા હોય તેવું લાગે છે અને આનાથી વધારે તુટે તેવી શક્યતા ઓછી છે. મતલબ કે આ લેવલે ભાવો સ્થિર થવાની અપેક્ષા છે.

લેબગ્રોન ડાયમંડનું ગ્લોબલ માર્કેટ  2011માં 11 બિલિયનથી વધીને અત્યાર સુધીમાં ડબલ થઇ ગયું છે. 2025 સુધીમાં ગ્લોબલ લેબગ્રોન ડાયમંડ માર્કેટ 25.9 બિલિયન ડોલર એટલે કે 2.23 લાખ કરોડ રૂપિયાનું થઇ ગયું છે. જ્યારે ભારતમાં અત્યારે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ 23,000 કરોડ રૂપિયા છે.

Leave a Reply