fbpx

પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભમાં આટલા લાખ કરોડનો બિઝનેસ થશે

Spread the love

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે અને 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો ચાલવાનો છે.45 દિવસ સુધીમા લગભગ 40 કરોડ શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્થાન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ સરકારની ધારણા છે કે એક શ્રધ્ધાળુ જો 5,000 રૂપિયાનો ખર્ચ કરશે તો ઉત્તર પ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાનો ધંધો થશે અને સરકારની તિજોરી ટેક્સની આવકમાંથી છલકાઇ જશે.

મહાકુંભને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને બખ્ખાં થઇ ગયા છે. માત્ર પ્રયાગરાજ જ નહી, પરંતુ નજીકના શહેરોની હોટલો પણ ફુલ થઇ ગઇ છે અને ટ્રાવેલ્સ બિઝનેસને પણ ચાંદી થઇ ગઇ છે.

જો કે જાણકારોનું માનવું છે કે જે રીતે દેશમાં માહોલ છે એ જોતા કદાચ 4 લાખ કરોડની ઉપર પણ બિઝનેસ થઇ જાય તો નવાઇ નહીં લાગશે.

error: Content is protected !!