fbpx

આ હૉટલમાં લાલટેનમાં બંધ કરીને પીરસવામાં આવે છે ભોજન, આ છે કારણ

કોરોના વાયરસે આખી દુનિયાની દિશા અને દશા બદલી નાખી છે. લોકોને અલગ પ્રકારે જીવવા મજબૂર કરી દીધા છે. પહેલા જ્યાં લોકો ખુલ્લેઆમ હજારો લોકો વચ્ચે સમારોહ કે તહેવારોનું સેલિબ્રેશન મનાવી રહ્યા હતા તો હવે અમુક સંખ્યામાં જ લોકો સમારોહ કે તહેવારોમાં ભેગા થઈ શકે છે. કોરોનાના વધતા કેસોને જોઈને હૉટલો, રેસ્ટોરાં માટે પણ પ્રતિબંધ કે ટેકઅવે જેવા નિયમો લાગુ કરવામાં આવે છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે જાપાનની રાજધાની ટોક્યોની એક હૉટલમાં અનોખી રીત જોવા મળી રહી છે.

આ હૉટલે ખાસ પ્રકારના બોક્સ ડિઝાઇન કર્યા છે જે કોરોના સંક્રમણ ફેલાવાના જોખમને ખૂબ ઓછું કરી દે છે. કોરોના વાયરસના વધતા જોખમ વચ્ચે હૉટલની આ ક્રિએટિવિટીને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જાપાનના લોકો હવે પોતાના મિત્રો અને પરિવાર સાથે બહાર ભોજન કરવાની મજા ઉઠાવી શકે છે અને એ પણ માસ્ક પહેર્યા વિના. ન્યૂઝ એજન્સી Reutersના રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં હૉટલના કર્મચારી ‘Lantern Dining Exprience’નું પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે.

ટૉક્યોના હોશિનોયા ટોક્યો’માં શરૂ થયેલી આ સુવિધા કોરોના વાયરસના સંક્રમણથી પોતાને બચાવતા બહાર ખાવાનો લુપ્ત ઉઠાવવાની એક ખૂબ જ અનોખી રીત છે. હૉટલમાં આવનારા કસ્ટમર્સને લાલટેનના આકારના પારદર્શી બોક્સોમાં ઢાકવામાં આવે છે. આ બોક્સોને જાપાનના પારંપરિક શિલ્પકારોએ બનાવ્યા છે. રિપોર્ટ્સમાં બતાવવામાં આવ્યું છે કે હૉટલમાં રહેનારા મહેમાન 30 હજાર યેન એટલે કે 19 હજાર રૂપિયાની ચુકવણી કરીને અન્ય લોકોને પાર્ટિશન સુવિધા હેઠળ પોતાની સાથે ભોજન કરવા માટે આમંત્રિત કરી શકે છે.

જાપાનમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી છે. રિપોર્ટની શરૂઆત સુધી જ્યાં દૈનિક કેસો માત્ર સેકડોમાં હતા જે હવે વધીને લાખોમાં પહોંચી ગયા છે. 1 ફેબ્રુઆરીના રોજ જાપાનમાં 1.42 લાખ કેસ સામે આવ્યા હતા. બુધવારે ટોક્યોમાં પહેલી વખત 20 હજારથી વધારે કેસ નોંધાયા હતા. એવામાં કોરોના વાયરસથી સુરક્ષા આપનારી હૉટલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

Leave a Reply