fbpx

હિન્દુ ખતરામાં છે, તેમની જનસંખ્યા ઘટી રહી છેઃ ડૉ.પ્રવીણ તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડિયાએ મહાકુંભના સેક્ટર 15 સંગમ લોઅર માર્ગ પર એક સુવિધાજનક શિબિરનું આયોજન કર્યું છે, જેમાં શ્રદ્ધાળુઓને નિશુલ્ક બધી સેવાઓ આપવામાં આવી રહી છે. તેઓ 26 ફેબ્રુઆરી સુધી ખડે પગે મહાકુંભમાં પોતાની સેવા આપવાના છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, હિન્દુ ખતરામાં છે, તેમની જનસંખ્યા ઘટી રહી છે, એટલે મહાકુંભમાં આવનારા કરોડો લોકોને જાગરુક કરવામાં આવશે.

ડૉ.પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, 24 અને 25 જાન્યુઆરી દરમિયાન સેક્ટર 8માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં 50 દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. આ બેઠકમાં દેશમાં જનસંખ્યા નિયંત્રણ અને સમાન નાગરિક સંહિતા લાગૂ કરાવવા, 5 કરોડ બાંગ્લાદેશીઓને દેશથી બહાર કાઢવા માટેની રણનીતિ બનાવવામાં આવશે.

વધુમાં ડૉ.પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત વૈશ્વિક નીતિઓને હેન્ડલ કરવામાં સક્ષમ છે. મહાકુંભમાં અમારું ફોકસ હિન્દુત્વ પર હશે. CM યોગી આદિત્યનાથે મહાકુંભને દિવ્ય અને ભવ્ય બનાવવામાં કોઈ કસર નથી છોડી.

તમે પણ જો મહાકુંભમાં જઈ રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને હિન્દુ હેલ્પલાઈનના ફાઉન્ડર ડૉ.પ્રવીણ તોગડિયાએ મહા કુંભ પર્વમાં શ્રદ્ધાળુઓને રહેઠાણ સહિતની તમામ પ્રકારની સેવા વિનામૂલ્યે આપી રહ્યા છે.

જો તમે કુંભ જવાના હોવ તો ડૉ.પ્રવીણ તોગડિયાની આ સુવિધાનો લાભ લો વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરોઃ https://www.hinduhelpline.in

Leave a Reply