fbpx

પ્રાંતિજ સ્વામીનારાયણ મંદિર માં દરવર્ષ ની જેમ આવર્ષે પણ શાકોત્સવની યોજાયો  

Spread the love

પ્રાંતિજ સ્વામીનારાયણ મંદિર માં દરવર્ષ ની જેમ આવર્ષે પણ શાકોત્સવની યોજાયો  

-૩૦૮ વર્ષથી ચાલી આવતી પરમપરા આજે પણ યથાવત

– મંદિર સંકુલમાં આજે પણ યંત્રયુગમાં મહિલા ઓ ઇંટો ના ચુલા બનાવી રોટલા બનાવે છે

– પ્રાંતિજ સહિત તાલુકાનાં હરિભકતો ઉમટી પડયા

             

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ સ્વામિનારાયણમંદિર ખાતે ૩૦૮ વર્ષ થી ચાલી આવતી શાકોત્સવ ની પરમપરા આજે પણ યંત્ર યુગમાં પણ  યથાવત છે અને દરવર્ષની જેમ આવર્ષે પણ શાકોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવીહતી

  પ્રાંતિજ મેન બજારમાં આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવીહતી તો મંદિર ખાતે ના સભાખંડમાં સંતોના આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો  તો સ્વામીનારાયણ સંપ્રદાય ના વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા તો ગુરૂ.શા.સ્વામી પ્રાણ જીવનદાસજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતાં જયારે આજથી ૩૦૮ વર્ષ પહેલાં લોયા ગામમાં ભગવાન સ્વામીનારાયણ દ્વારા ૬૦ મણ રીંગણા અને ૧૨ મણ ધી થી શરૂઆત કરવામાં આવેલ પ્રથા આજે પણ યથાવત છે તો પ્રાંતિજ સ્વામિનારાયણ  મંદિર સંકુલ માં ધર્મપ્રેમી મહિલા ઓ દ્વારા ઇંટો ના ચુલા બનાવી બાજરીના રોટલા બનાવેછે અને શાક ખીચડી અને છાશ નો ભોજન સ્વરૂપે પ્રસાદ લઇ હજારો હરિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી તો મંદિર ના પ્રમુખ લાલુભાઇ પંડયા તથા મંદિર વ્યવસ્થાપક કમિટી દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!