
સુરતમાં શનિવારે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને શહેરોના પોલીસ કમિશ્નરો હાજર રહ્યા હતા. વિકાસ સહાયે કહ્યું કે, પોલીસ વિભાગમાં વરઘોડો જેવો કોઇ શબ્દ નથી. અમે આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રશન કરીએ છીએ. આ વરઘોડો નામ મીડિયાએ આપ્યું છે.
એક મહિના પહેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જે લોકોને હેરાન કરશે તેનો વરઘોડો તો નિકળશે જ. તમે વરઘોડો નામ આપો કે રિકન્સ્ટ્રકશન નામ આપો એનાથી ફરક પડતો નથી, પરંતુ આરોપીઓને તમે જાહેર રસ્તા પર લોકોની વચ્ચે ચલાવો અને પાછું સોશિયલ મીડિયા પર પોલીસના સત્તાવાર પેજ પર આ વીડિયો મુકવામાં આવે તો આવું કયા કાયદામાં લખ્યું છે?
