fbpx

દુનિયાની ટોચની 25 બેંકોમાં ભારતની આ 3 બેંકો સામેલ,બે ખાનગી, એક જાહેર ક્ષેત્રની

Spread the love

દુનિયાની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી 25 ટોચની બેંકોમાં ભારતની 3 બેંકોએ સ્થાન મેળવ્યું છે. જેમાં 2 ખાનગી ક્ષેત્રની છે અને એક જાહેર ક્ષેત્રની બેંક છે.

ડેટા એનાલિટીક્સ એન્ડ રિસર્ચ કંપની ગ્લોબલ ડેટાના એક રિપોર્ટ મુજબ ભારતની HDFC બેંક,ICICI બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દુનિયાની ટોચની 25 બેંકોમાં સામેલ થઇ છે.

HDFC બેંક 13માં નંબરે, ICICI બેંક 19માં નંબરે અને SBI 24માં નંબર પર છે.

વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં HDFC બેંકનું માર્કેટ કેપ 158.5 બિલિયન ડોલર, ICICI બેંકનું માર્કેટ કેપ 105.7 બિલિયન ડોલર અને સ્ટેટ બેંકનું માર્કેટ કેપ 82.9 બિલિયન ડોલર હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય બેંકોની સ્થિતિ મજબુત છે.

error: Content is protected !!