
કેનેડાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે 2025ની શરૂઆતથી પરમેનન્ટ રેસિડન્ટ (PR) વિઝાની નવી અરજી સ્વીકારવામાં નહીં આવે. અગાઉની જ ઘણી બધી અરજીઓ પોન્ડિંગ હોવાને કારણે કેનેડાએ આ નિર્ણય લીધો હતો. પરંતુ સુપર વિઝાની અરજી સ્વીકારવાનું ચાલું છે.
ભારતીયો હવે સુપર વિઝા મેળવવા માટે દોડી રહ્યા છે. PR વિઝામાં એવું હોય છે કે જો તમે કેનેડાના રહેવાસી હો અને તમે તમારા માતા-પિતા કે દાદા-દાદીને કેનેડામાં કાયમી રહેવા માટે બોલાવવા માંગતા હો તો એ શક્યું હતું. સુપર વિઝામાં એવું હોય છે કે તમે માતા-પિતા દાદા-દાદીને કેનેડા બોલાવી શકો, પરંતુ તેઓ 5 જ વર્ષ કેનેડામાં રહી શકે. એટલે ભારતીયો સુપર વિઝા મેળવવા માટે દોડ લગાવી રહ્યા છે.
