
ગુજરાતના પાટણના સમી તાલુકામા આવેલી દુદખા ગામમાં રહેતા અને મિસ્ત્રીનું કામ કરતા સુનિલ સથવારા નામના યુવાનને બેંગલુરુ GST વિભાગ તરફથી નોટીસ મોકલવામાં આવી છે. જેમાં 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનું કહેવાયું છે. સાથે નોટિસમાં એવો ઉલ્લેખ છે કે સુનિલ સથવારાની દેશ-વિદેશમાં 11 કંપની ચાલે છે.
આ નોટિસ મળવાને કારણે સથવારા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ પરિવાર મજૂરી કામ કરે છે અને આટલા રૂપિયા વિશે ક્યારેય સાંભળ્યું પણ નથી.સુનિલ સથવારાએ જયારે તપાસ કરી તો ખબર પડી કે કોઇકે તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ફ્રોડ કર્યું. સુનિલ સાયબર ક્રાઇમ અને ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી છે.
સુનિલનું કહેવું છે કે આ કંપનીઓ વિશે તેને કોઇ વાતની ખબર નથી.
