fbpx

કુંભમેળામાં સ્વજન ખોવાઇ જાય તો આ ટેક્નોલોજી તરત શોધી આપશે

Spread the love

તમે ઘણી એવી હિન્દી ફિલ્મો જોઇ હશે જેમાં કુંભના મેળામાં બે ભાઇઓ કે ભાઇ- બહેન વિખુટા પડી જાય અને વર્ષો પછી તેમનો ભેટો થાય. પરંતુ હવે એવી એડવાન્સ ટેક્નોલોજી આવી ગઇ છે કે મહાકુંભમાં વિખુટી પડી ગયેલી વ્યકિતને શોધવામાં વધારે સમય નહીં જાય.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થયો છે જે 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને સરકારે 40 કરોડ લોકો આવવાનો લક્ષ્યાંક રાખેલો છે. હવે જો મહાકુંભમાં કોઇ વ્યક્તિ ખોવાઇ જાય તો  AI બેઇઝ્ડ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર પર માહિતી આપવાની અને મહાકુંભમાં કુલ 2800 CCTV જેમાં 328 આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ કેમેરા લાગેલા છે. જેવો ખોવાયેલી વ્યકિતનો ફોટો આપશો કે AI કેમેરા એ વ્યકિતને મહાકુંભમાં શોધશે અને તરત ઓળખીને એક ફોટો પાડી લેશે અને સેન્ટરને માહિતી આપી દેશે.

error: Content is protected !!