સરકાર હવે ભોપાલના નવાબ મન્સુર અલીખાન પટૌડી અને તેમના પરિવારની 15 હજાર કરોડની સંપત્તિનો કબ્જો લઇ શકે છે.
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે 2015થી આ મિલ્કતો પર લાગેલો સ્ટે હટાવી લીધો છે. આ મામલો એનીમી પ્રોપર્ટા એક્ટ સાથે સંબધિત છે.
નવાબ હમીદુલ્લાહ ખાનની સંપત્તિના અસલી વારસદાર આબિદા હતી જે પાકિસ્તાન ચાલી ગઇ હતી. 1968માં શત્રુ સંપત્તિ કાયદો બન્યો હતો.
નવાબની બીજી પુત્રી સાજીદા સુલતાન જેમાં સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોર સામેલ છે જે આ સંપત્તિ પર દાવો કરી રહ્યા છે.
જો કે મોટો સવાલ એ છે કે આમાંથી 80 ટકા જેટલી સંપત્તિ તો વેચી દેવામાં આવી છે તો સરકાર એ લોકો કે જેમણે મિલ્કત ખરીદી છે તેમને કેવી રીતે હટાવશે?
