મધ્ય પ્રદેશની ભાજપ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના લોકો જો ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જાય તો ધ્યાન રાખે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે. એક્સાઇઝ પોલીસીની ચર્ચામાં યાદવે જાહેરાત કરી કે હવેથી મધ્યપ્રદેશમાં 17 ધાર્મિક સ્થળો પર દારૂબંધી લગાવી દેવામાં આવી છે. 1 મહાનગર પાલિકા, 6 નગર પાલિકા, 6 નગર પંચાયત અને 7 ગ્રામ પંચાયતોમાં આવા ધાર્મિક સ્થળ આવેલા છે જ્યાં હવેથી દારૂ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉજ્જૈન મહાનગર પાલિકા વિસ્તારમાં મહાકાલનું મંદિર આવેલું છે જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. ગુજરાતથી પણ મોટી સંખ્યામાં લોકો બાબા મહાકાલના દર્શન કરવા જાય છે.
