
વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ જો તમારા વાળ જરૂરિયાત કરતા વધુ ખરતા હોય તો સ્થિતિ ગંભીર હોઈ શકે છે. જો તમારા વાળ સામાન્ય કરતા વધુ અને જગ્યાએ-જગ્યાએ ખરતા હોય તો તમે એલોપેસિયાના શિકાર હોઈ શકો છો.
શું છે એલોપેસિયા?
પુરુષોમાં હેર લોસને તેમની વધતી ઉંમર સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ એલોપેસિયામાં એવું નથી હોતું. પુરુષ હોય કે મહિલા, કોઈને પણ એલોપેસિયાની ફરિયાદ હોઈ શકે છે. આ બીમારીમાં વાળ માત્ર સ્કાલ્પમાંથી જ નહીં પરંતુ શરીરના કોઈપણ ભાગમાંથી ખરવા માંડે છે. જીનેટિક્સના આધાર પર એલોપેસિયામાં સૌથી વધુ વાળ માથા પરથી ખરે છે. દરેક મહિલા અને પુરુષના રોજ 100 વાળ ખરવા સામાન્ય વાત છે, પરંતુ વધુ પડતા વાળ ખરવા એ સારો સંકેત નથી.

એલોપેસિયાના લક્ષણ
મોટાભાગના લોકોના વાળ દર મહિને અડધો ઈંચ સુધી વધે છે અને વાળનો 90 ટકા હિસ્સો આપમેળે જ વધ્યા કરે છે, જ્યારે 10 ટકા હિસ્સો નિષ્ક્રિય રહે છે. બે કે ત્રણ મહિના બાદ વાળનો આ 10 ટકા નિષ્ક્રિય હિસ્સો પણ ખરવા માંડે છે અને તેની જગ્યાએ નવા વાળ આવવા માંડે છે. આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે.
એલોપેસિયામાં વાળ ખરવાને કારણે માથાની ત્વચા પર ગોળાકાર પેચ બનવા માંડે છે. વાળ ખરવા અને હેર લોસ બંને અલગ-અલગ હોય છે. સ્ટ્રેસ, પ્રેગ્નેન્સી, ડિવોર્સ અથવા દુઃખ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. જ્યારે હેર લોસ થવા પર નવા વાળ ઉગવાના બંધ થઈ જાય છે. ખરાબ હેરસ્ટાઈલ, હોર્મોનમાં ગડબડ, સર્જરી, બીમારી અને ન્યુટ્રિશનની ઉણપને કારણે એલોપેસિયા થઈ શકે છે.
આથી, જો તમારા પણ વધુ પડતા હેર લોસ થઈ ગયા હોય, તો ઊંટવૈદું કરવાને બદલે યોગ્ય હેસ સ્પેશ્યાલિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવ્યા બાદ તેનો ઈલાજ કરવો વધુ હિતાવહ છે.
