કેજરીવાલે અમિત શાહ, રાહુલ સહિત 4 નેતાઓને પાણીની બોટલ પીવા મોકલી

Spread the love

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરી છે અને અત્યારે ત્યાં રાજકીય માહોલ જબરદસ્ત ગરમાયો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમા કહ્યું કે, હરિયાણા મુખ્યમંત્રી નાયબ સૈનીએ નૌટંકી કરી અને પોતે જ ફસાઇ ગયા છે. કેજરીવાલે કહ્યું કે, નાયબ સૈની આવું ગંદુ પાણી દિલ્હીની પ્રજાને આપવા માંગે છે?

એ પછી કેજરીવાલે ટેબલ પર 4 પાણીની બોટલો મુકી અને કહ્યું કે, આમાં 7PMM એમોનિયા પાણીમાં ક્લોરીન ઉમેરવામાં આવ્યું છે.AAP નેતા સંજય સિંઘ આ બોટલ અમિત શાહ,વિરેન્દ્ર સચદેવા, નાયબ સૈની અને રાહુલ ગાંધીને પહોંચાડશે. જો આ લોકો પ્રેસ કોન્ફરન્સ કરીને પાણી પાવીના હિમંત બતાવશે તો અમે ખોટા હતા તેવું માની લઇશું.

error: Content is protected !!