ગુજરાતથી મહાકુંભ જવું હોય તો તમારી પાસે કયા વિકલ્પ છે?

Spread the love

પ્રયાગરાજમાં મહાકુંભને હજુ 28 દિવસ બાકી છે અને જો તમારે ગુજરાતથી મહાકુંભ જવું હોય તો ટ્રેન, બસ, ખાનગી વાહન કે ફલાઇટનો વિકલ્પ છે.પણ અત્યારે શું સ્થિતિ છે તેના વિશે જાણકારી આપીશું.

ટ્રેનમાં ફેબ્રુઆરીના અંત સુધી બુકીંગ ફુલ છે અને વેઇટીંગમાં લાંબી લાઇન છે. ટ્રેનોમાં અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે.ગુજરાત સરકારે 27 જાન્યુઆરી દરરોજ એક વોલ્વો બસ શરૂ કરી છે જે અમદાવાદના ગીતા મંદિરથી સવારે 7 વાગ્યે ઉપડે છે. જેનું આવવા જવાનું ભાડું 8100 રૂપિયા છે. ઓનલાઇન બુકીંગ કરી શકાય છે.

ખાનગી ટ્રાવેલર્સ વ્યકિત દીઠ 12000થી 15000 વસુલી રહ્યા છે. જો તમારે ટેમ્પો ટ્રાવેલર બુક કરાવવી હોય તો કિલોમીટરે 37 રૂપિયા લેવામાં આવે છે અને પ્રયાગરાજ આવવા જવાના 3,000 કિ.મી થાય છે.

અમદાવાદથી 2 ફલાઇટ છે એક અમદાવાદ-પ્રયાગરાજ અને બીજી પ્રયાગરાજ-અમદાવાદ જેનું 35000 રૂપિયા ભાડું છે.

error: Content is protected !!